ઝાડ / વૃક્ષો / રોપા વિશે વિસ્તૃત માહિતી

ઝાડ / વૃક્ષો / રોપા વિશે વિસ્તૃત માહિતી

કુદરતી ખેતી મા ઝાડ નુ ઘણુ મહત્વ છે.આપણે ઝાડવા ઑ ફક્ત ફળ માટે કે લાકડુ મેળવવા માટે નથી ઉગાડવાના તેનો ઉપયોગ ઍના પાંદડા વગેરે થી આપણા પાક ને ખોરાક પુરો પાડવા  કરવાનો છે (બાયોમાસ તરીકે).

સાથે સાથે ઍવા વૃક્ષો પણ વાવવા ના છે જે જલ્દી ઉગે અને પાક ને જરૂરી નાઇટ્રોજન પુરો પાડે.

ખેતર મા કે વાડી મા ઍક જ પ્રકાર ના વૃક્ષો ન વાવતા તેમા વિવિધતા રાખવી જોઈયે.

1. ઍકર મા ઑછા મા ઓછા ૬ કે તેથી વધારે પ્રકાર ના વૃક્ષો જરૂર હોવા જોઈયે. અને જો ખેતર ની વચ્ચોવચ વૃક્ષો હોય તો તેને સાત કે આઠ ફુટ થી ઉચા ન થવા દેવા જોઈયે અને તેની છંટાઈ કરતા રહેવુ જોઈયે ( આ ડાળીયો નો ઉપયોગ જમીન ઢાંકવા માટે કરવો જોઈયે ).

આ ઝાડવા ઑની નીચે ઓછા તડકા ની જરૂર પડે તેવી ફસલો ઉગાડવી જોઈયે જેમકે કોથમરી , પપૈયુ , ફુદિનો , મગફળી , વેલ મા ઉગે તેવી શાકભાજીઑ ( આમ કરવાથી જૈવ વૈવિધ્યતા વધારવામા સહાયતા મળશે ).


બીજી રીત :

તમે પ્લાસ્ટિક ની જબલા થેલી કે દૂધ ની થેલીઑનો ઉપયોગ કરી શકો અને તેમા ઝાડ નુ બી વાવી બરોબર ઉગે કે તે રોપા ને નક્કી કરેલી જગ્યા ઍ વાવી દેવો જોઈયે.

ત્રીજી રીત :

તમે ૧૫ સેંટીમિટર ઉચાઈ અન ૪ ઈંચ વ્યાસ ધરાવતો PVC પાઇપ લેવો તેમા નીચે થી ૧ સેન્ટીમીટર ઉચાઈ ઍ ચારે બાજુ ૧ ૧ કાણુ કેરી લેવુ આ પાઇપ ના ટુકડા ને હવે કોઈક મજબૂત લાકડાની પ્લેટ કે સીધી વસ્તુ પર ગોઠવી તેમા માટી ભરી રોપા વાવવા માટે ઉપયોગ કરવો બી વાવી બરોબર ઉગે કે તે રોપા ને નક્કી કરેલી જગ્યા ઍ વાવી દેવો જોઈયે.

અને તેવી અનેક વસ્તુ ઑ તમારી આજુબાજુ જ છે જેનો ઉપયોગ તમે રોપા ઉગાડવા કરી શકો

સરળતા થી ઉગી શકે તેવા ઝાડવા ઑ…………..

આંબળા , પપૈયૂ , કેરી , ચિક્કૂ , જાંબુ , દાડમ , જામફળ , લિમ્બૂ , બોરા , સીતાફળ , નારીયેળ , લીંબડો , સરગવો , ખાટી કે મીથી આંબલી વગેરે વગેરે ( અને તે દરેક વૃક્ષો જે તમારે ત્યાની આબોહવા ની અનુકુળ હોય ). જો તમને આની વિષે વધુ જાણકારી જોતી હાય તો તે તમારી આજુ બાજુ મા નર્સરી હોય તો તે જરૂર આપી શકશે અને સમજાવી શકશે કે તમારા વિસ્તાર મા બીજા કયા કયા ઝાડ સારા ઉગશે.

મુખ્ય સમજણ ઝાડ વિશે તે છે કે જેમ ઝાડ મોટુ થતુ જાય તેમ તેના મૂળ આગળ વધતા જાય અને છતા તમે તેના થડ પર જ પાણી નાખો તો તે તેને બરોબર મળી શકતુ નથી

જ્યારે સૂરજ માથા ની બરોબર ઉપર હોય ( અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ ) અન ઝાડ નો
પડછાયો જ્યા પડતો હોય ત્યા ફરતી બાજુ પાણી નાખવુ જોઈયે…

તમારે પાણી ક્યા નાખવુ જોઈયે તે નીચે ફોટો છે જેથી સમજવા મા આસાની રહે. જો ત્યા જ પાણી નાખશો તો મૂળ વધુ ને વધુ પાણી શોષી શકશે અન ઝાડ ની વ્ર્રુધિ સારી થશે.

ખેતર ની કિનારી પર ઉચા ઝાડ વાવવા જોઈયે.

ઝાડ વાવવા ના અનેક ફાયદા છે….

જમીન નુ ધોવાણ થતુ અટકે છે

જમીન ની પાણી શોષવા ની શક્તિ વધે છે અને આ ઝાડવા ઑ ના મૂળ જમીન મા  નીચે સુધી જતા હોવાથી તે જમીનમાથી બીજા અનેક ઉપયોગી તત્વો નુ શોષણ કરી શકે છે અને પાંદ જ્યારે ખરે છે તે પાછા માટીમા ભળી આપણા પાક ને મદદ રૂપ થાય છે.

ઝાડ પર બેસતા પંખીઑના કારણે જીવ જંતુ નિયંત્રણ મા મોટો ફાયદો થાય છે.

ઍવા ઘણા પંખી ઑ છે જે નાના નાના જીવજંતુ ઑ પર જ નભે છે અને આપણે જ્યારે ઝેરી દવા ઑ છાટીઍ છીઍ ઍટલે અનેક જીવ જંતુ ઑ મરી જાય છે અને તેથી જ જ્યારે જીવ જંતુ ન મળે ત્યારે આ પક્ષી ઑ ધન્ય ખાય છે.

તેથી પંખીઑને મિત્ર તરીકે જોવા જોઈયે અને વધુ ને વધુ પંખી ઑ આવે તેવી સગવડ કરવી જોઈયે..

The transition words 

Single words Multiple words Two parts
accordingly above all both … and
additionally after all if … then
afterward after that not only … but also
afterwards all in all neither … nor

Related blogs